શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બાવીશ પરિષહને સહે છે, ૧શક્તિશતસંયુક્ત જે,
તે કર્મક્ષય ને નિર્જરામાં નિપુણ મુનિઓ વંદ્ય છે. ૧૨.
૨અવશેષ લિંગી જેહ સમ્યક્ જ્ઞાન-દર્શનયુક્ત છે
ને વસ્ત્ર ધારે જેહ, તે છે યોગ્ય ઇચ્છાકારને. ૧૩.
૩સૂત્રસ્થ સમ્યગ્દ્રષ્ટિયુત જે જીવ છોડે કર્મને,
૪‘ઇચ્છામિ’યોગ્ય ૫પદસ્થ તે પરલોકગત સુખને લહે. ૧૪.
પણ આત્મને ઇચ્છ્યા વિના ધર્મો અશેષ કરે ભલે,
તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે — આગમ કહે. ૧૫.
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો,
તે આત્મને જાણો પ્રયત્ને, મુક્તિને જેથી વરો. ૧૬.
રે! હોય નહિ ૬બાલાગ્રની અણીમાત્ર પરિગ્રહ સાધુને;
કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭.
જન્મ્યા પ્રમાણે રૂપ, ૭તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે,
થોડુંઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮.
રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે,
તે નિંદ્ય છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯.
ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રતે જે યુક્ત, સંયત તેહ છે;
નિર્ગ્રંથ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર વંદ્ય છે. ૨૦.
૧. શક્તિશત = સેંકડો શક્તિઓ.
૨. અવશેષ = બાકીના (અર્થાત્ મુનિ સિવાયના).
૩. સૂત્રસ્થ = શાસ્ત્રોનો જાણનાર અને યથાશક્તિ તદનુસાર વર્તનાર.
૪. ‘ઇચ્છામિ’યોગ્ય = ઇચ્છાકારને યોગ્ય. ૫.પદસ્થ = પ્રતિમાધારી.
૬. બાલાગ્ર = વાળની ટોચ. ૭. તલતુષમાત્ર = તલના ફોતરા જેટલું પણ.
અષ્ટપ્રાભૃત-સૂત્રપ્રાભૃત ]
[ ૧૦૯