શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આત્માય તેમ ૧સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે;
૨અદ્રષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪.
જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને
હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદ્રષ્ટિ તેહ છે. ૫.
જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે;
તે જાણી યોગી સૌખ્યને પામે, ૩દહે મળપુંજને. ૬.
૪સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે;
૫કરપાત્રભોજન રમતમાંય ન યોગ્ય હોય ૬સચેલને. ૭.
૭હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે,
પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિત — આગમ કહે. ૮.
સ્વચ્છંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને,
ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯.
૮નિશ્ચેલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે;
તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦.
જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહવિરત છે,
તે દેવ-દાનવ-માનવોના લોકત્રયમાં વંદ્ય છે. ૧૧.
૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર.
૨. અદ્રષ્ટ પણ = દેખાતો નહિ હોવા છતાં (અર્થાત્ ઇન્દ્રિયોથી નહિ જણાતો
હોવા છતાં).૩.દહે = બાળે.
૪. સૂત્રાર્થપદ = સૂત્રોનાં અર્થો અને પદો.
૫. કરપાત્રભોજન = હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે.
૬. સચેલ = વસ્ત્રસહિત.
૭. હરિ = નારાયણ.
૮. નિશ્ચેલ-કરપાત્રત્વ = વસ્ત્રરહિતપણું અને હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું.
૧૦૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય