શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રે! ગોત્ર ઉત્તમથી સહિત ૧મનુજત્વને જીવ પામીને,
સંપ્રાપ્ત કરી સમ્યક્ત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪.
ચોત્રીસ અતિશયયુક્ત, ૨અષ્ટ સહસ્ર લક્ષણધરપણે
જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે ૩બિંબ સ્થાવર ઉક્ત છે. ૩૫.
૪દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે,
૫વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા ૬અનુત્તમ મોક્ષને. ૩૬.
✽
૨. સૂત્રપ્રાભૃત
અર્હંતભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત સૂત્ર છે;
૭સૂત્રાર્થના ૮શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. ૧.
સૂત્રે ૯સુદર્શિત જેહ, તે ૧૦સૂરિગણપરંપર માર્ગથી
જાણી ૧૧દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨.
૧૨સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને;
ખોવાય સોય ૧૩અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩.
૧. મનુજત્વ = મનુષ્યપણું.૨. અષ્ટ સહસ્ર = એક હજાર ને આઠ.
૩. બિંબ = પ્રતિમા.૪. દ્વાદશ = બાર.
૫. વ્યુત્સર્ગથી = (શરીર પ્રત્યે) સંપૂર્ણ ઉપેક્ષાપૂર્વક.
૬. અનુત્તમ = સર્વોત્તમ.
૭. સૂત્રાર્થ = સૂત્રોના અર્થ.
૮. શોધન = શોધવું – ખોજવું તે.
૯. સુદર્શિત = સારી રીતે દર્શાવવામાં – કહેવામાં આવેલું.
૧૦. સૂરિગણપરંપર માર્ગ = આચાર્યોની પરંપરામય માર્ગ.
૧૧. દ્વિધા = (શબ્દથી અને અર્થથી — એમ) બે પ્રકારે.
૧૨. સૂત્રજ્ઞ = શાસ્ત્રનો જાણનાર. ૧૩. અસૂત્ર = દોરા વિનાની.
અષ્ટપ્રાભૃત-સૂત્રપ્રાભૃત ]
[ ૧૦૭