શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્યાં રૂપ દેખી ૧સાહજિક, આદર નહીં ૨મત્સર વડે,
સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુ દ્રષ્ટિ છે. ૨૪.
જે ૩અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દ્રષ્ટિવિહીન છે. ૨૫.
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે;
બંને સમાનપણું ધરે, એક્કે ન સંયમવંત છે. ૨૬.
નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી;
ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭.
સમ્યક્ત્વસંયુત શુદ્ધભાવે વંદું છું મુનિરાજને,
તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા ૪શિવગમનને. ૨૮.
ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે,
બહુજીવહિતકર સતત, કર્મવિનાશકારણ-હેતુ છે. ૨૯.
સંયમ થકી, વા જ્ઞાન-દર્શન-ચરણ-તપ છે ચાર જે
એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦.
રે ! જ્ઞાન નરને સાર છે, સમ્યક્ત્વ નરને સાર છે;
સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧.
૫દ્રગ-જ્ઞાનથી, સમ્યક્ત્વયુત ચારિત્રથી ને તપ થકી,
— એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨.
૬કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને;
સુર-અસુર કેરા લોકમાં સમ્યક્ત્વરત્ન પુજાય છે. ૩૩.
૧. સાહજિક = સ્વાભાવિક; નૈસર્ગિક; યથાજાત.
૨. મત્સર = ઈર્ષા; દ્વેષ; ગુમાન. ૩.અમરવંદિત = દેવોથી વંદિત.
૪. શિવગમન = મોક્ષપ્રાપ્તિ.૫.દ્રગજ્ઞાન = દર્શન અને જ્ઞાન.
૬. કલ્યાણશ્રેણી = સુખોની પરંપરા; વિભૂતિની હારમાળા.
૧૦૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય