Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 110 of 214
PDF/HTML Page 122 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બીજુ કહ્યું છે લિંગ ઉત્તમ શ્રાવકોનું શાસને;
તે વાક્સમિતિ વા મૌનયુક્ત સપાત્ર ભિક્ષાટન કરે. ૨૧.
છે લિંગ એક સ્ત્રીઓ તણું, એકાશની તે હોય છે;
આર્યાય એક ધરે વસન, વસ્ત્રાવૃતા ભોજન કરે. ૨૨.
નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થંકર ભલે;
બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩.
સ્ત્રીને સ્તનોની પાસ, કક્ષે, યોનિમાં, નાભિ વિષે,
બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે; ક્યમ હોય દીક્ષા તેમને? ૨૪.
જો હોય દર્શનશુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી;
છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫.
મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી,
વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬.
પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત્ ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે,
ઇચ્છા નિવર્તી જેમને, દુખ સૌ નિવર્ત્યાં તેમને. ૨૭.
૧.વાક્સમિતિ = વચનસમિતિ.
૨.એકાશની = એક વખત ભોજન કરનાર.
૩.વસન = વસ્ત્ર.
૪.માર્ગયુતા = માર્ગથી સંયુક્ત.
૫.પટશુદ્ધિમાત્ર = વસ્ત્ર ધોવા પૂરતું થોડું જ.
૧૧૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય