શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૩. ચારિત્રપ્રાભૃત
સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે,
તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અર્હતોને વંદીને; ૧.
ભાખીશ હું ચારિત્રપ્રાભૃત મોક્ષને આરાધવા,
જે હેતુ છે સુજ્ઞાન-દ્રગ-ચારિત્ર કેરી શુદ્ધિમાં. ૨.
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે;
ને જ્ઞાન-દર્શનના સમાયોગે ૧સુચારિત હોય છે. ૩.
આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ ૨અમેય છે;
એ ભાવત્રયની શુદ્ધિ અર્થે દ્વિવિધ ચરણ જિનોક્ત છે. ૪.
સમ્યક્ત્વચરણં છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે,
બીજું ચરિત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫.
ઈમ જાણીને છોડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને,
— મિથ્યાત્વમય દોષો તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬.
નિઃશંકતા, નિઃકાંક્ષ, નિર્વિચિકિત્સ, અવિમૂઢત્વ ને
ઉપગૂહન, થિતિ, વાત્સલ્યભાવ, પ્રભાવના — ગુણ અષ્ટ છે. ૭.
તે ૩અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યક્ત્વને — ૪શિવહેતુને
આચરવું જ્ઞાન સમેત, તે સમ્યક્ત્વચરણ ચરિત્ર છે. ૮.
સમ્યક્ત્વચરણવિશુદ્ધ ને નિષ્પન્નસંયમચરણ જો,
નિર્વાણને અચિરે વરે અવિમૂઢદ્રષ્ટિ જ્ઞાનીઓ. ૯.
૧. સુચારિત્ર = સમ્યક્ચારિત્ર.૨.અમેય = અમાપ.
૩. અષ્ટગુણસુવિશુદ્ધ = આઠ ગુણોથી નિર્મળ.
૪. શિવહેતુ = મોક્ષનું કારણ.
અષ્ટપ્રાભૃત-ચારિત્રપ્રાભૃત ]
[ ૧૧૧