શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે,
તોપણ લહે નહિ મુક્તિને ૧અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ. ૧૦.
વાત્સલ્ય-વિનય થકી, સુદાને દક્ષ અનુકંપા થકી,
વળી ૨માર્ગગુણસ્તવના થકી, ઉપગૂહન ને સ્થિતિકરણથી; ૧૧.
— આ લક્ષણોથી તેમ ૩આર્જવભાવથી ૪લક્ષાય છે,
વણમોહ જિનસમ્યક્ત્વને આરાધનારો જીવ જે. ૧૨.
અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહ ને
શ્રદ્ધા, સ્તવન, સેવા કરે જે, તે તજે સમ્યક્ત્વને. ૧૩.
સદ્દર્શને ઉત્સાહ, શ્રદ્ધા, ભાવના, સેવા અને
સ્તુતિ જ્ઞાનમાર્ગથી જે કરે, છોડે ન જિનસમ્યક્ત્વને. ૧૪.
અજ્ઞાન ને મિથ્યાત્વ તજ, લહી જ્ઞાન, સમકિત શુદ્ધને;
વળી મોહ તજ ૫સારંભ તું, લહીને અહિંસાધર્મને. ૧૫.
નિઃસંગ લહી દીક્ષા, પ્રવર્ત સુસંયમે, સત્તપ વિષે;
નિર્મોહ વીતરાગત્વ હોતાં ધ્યાન નિર્મળ હોય છે. ૧૬.
જે વર્તતા ૬અજ્ઞાનમોહમલે મલિન મિથ્યામતે,
તે મૂઢજીવ મિથ્યાત્વ ને મતિદોષથી બંધાય છે. ૧૭.
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને,
સમ્યક્ત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદોષો પરિહરે. ૧૮.
૧. અજ્ઞાનજ્ઞાનવિમૂઢ = અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનાર.
૨. માર્ગગુણસ્તવના = નિર્ગ્રંથ માર્ગના ગુણની પ્રશંસા.
૩. આર્જવભાવ = સરળ પરિણામ.૪ .લક્ષાય = ઓળખાય.
૫. સારંભ = આરંભયુક્ત.
૬. અજ્ઞાનમોહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મલિન.
૧૧૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય