શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રે! હોય છે ભાવો ત્રણે આ, મોહવિરહિત જીવને;
નિજ આત્મગુણ આરાધતો તે કર્મને ૧અચિરે તજે. ૧૯.
સંસારસીમિત નિર્જરા અણસંખ્ય-સંખ્યગુણી કરે,
સમ્યક્ત્વ આચરનાર ધીરા દુઃખના ક્ષયને કરે. ૨૦.
સાગાર અણ-આગાર એમ દ્વિભેદ સંયમચરણ છે;
સાગાર છે સગં્રથ, અણ-આગાર પરિગ્રહરહિત છે. ૨૧.
દર્શન, વ્રતં, સામાયિકં, પ્રોષધ, સચિત, ૨નિશિભુક્તિ ને
વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨.
અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે,
શિક્ષાવ્રતો છે ચાર; — એ સંયમચરણ સાગાર છે. ૨૩.
ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના
પરિહારને, આરંભપરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪.
દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે,
ભોગોપભોગ તણું કરે પરિમાણ, — ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫.
સામાયિકં, વ્રત પ્રોષધં, અતિથિ તણી પૂજા અને
અંતે કરે સલ્લેખના — શિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬.
શ્રાવકધરમરૂપ દેશસંયમચરણ ભાખ્યું એ રીતે;
યતિધર્મ-આત્મક પૂર્ણસંયમચરણ શુદ્ધ કહું હવે. ૨૭.
પંચેન્દ્રિસંવર, પાંચ વ્રત પચ્ચીશક્રિયાસંબદ્ધ જે,
વળી પાંચ સમિતિ, ત્રિગુપ્તિ — અણ-આગાર સંયમચરણ છે. ૨૮.
સુમનોજ્ઞ ને અમનોજ્ઞ જીવ-અજીવદ્રવ્યોને વિષે
કરવા ન ૩રાગવિરોધ તે પંચેન્દ્રિસંવર ઉક્ત છે. ૨૯.
૧. અચિરે = અલ્પ કાળમાં.૨.નિશિભુક્તિ = રાત્રિભોજનત્યાગ.
૩. રાગવિરોધ = રાગદ્વેષ.
અષ્ટપ્રાભૃત-ચારિત્રપ્રાભૃત ]
[ ૧૧૩