શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હિંસાવિરામ, અસત્ય તેમ અદત્તથી વિરમણ અને
અબ્રહ્મવિરમણ, સંગવિરમણ — છે મહાવ્રત પાંચ એ. ૩૦.
મોટા પુરુષ સાધે, પૂરવ મોટા જનોએ આચર્યાં,
સ્વયમેવ વળી મોટાં જ છે, તેથી મહાવ્રત તે ઠર્યાં. ૩૧.
મન-વચનગુપ્તિ, ગમનસમિતિ, સુદાનનિક્ષેપણ અને
અવલોકીને ભોજન — અહિંસાભાવના એ પાંચ છે. ૩૨.
જે ક્રોધ, ભય ને હાસ્ય તેમ જ લોભ-મોહ — કુભાવ છે,
તેના ૧વિપર્યયભાવ તે છે ભાવના બીજા વ્રતે. ૩૩.
સૂના અગર તો ત્યક્ત સ્થાને વાસ, ૨પર-ઉપરોધ ના,
આહાર એષણશુદ્ધિયુત, સાધર્મી સહ વિખવાદ ના. ૩૪.
મહિલાનિરીક્ષણ-પૂર્વરતિસ્મૃતિ-નિકટવાસ, ૩ત્રિયાકથા,
પૌષ્ટિક રસોથી વિરતિ — તે વ્રત ૪તુર્યની છે ભાવના. ૩૫.
મનહર-અમનહર સ્પર્શ-રસ-રૂપ-ગંધ તેમ જ શબ્દમાં
કરવા ન રાગવિરોધ, વ્રત પંચમ તણી એ ભાવના. ૩૬.
ઇર્યા, સુભાષા, એષણા, આદાન ને નિક્ષેપ — એ,
સંયમ તણી શુદ્ધિ નિમિત્તે સમિતિ પાંચ જિનો કહે. ૩૭.
રે! ૫ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જિન જે રીતે,
તે રીત જાણો જ્ઞાન ને ૬જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮.
જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સદ્જ્ઞાની તે
રાગાદિવિરહિત થાય છે — જિનશાસને શિવમાર્ગ જે. ૩૯.
૧. વિપર્યયભાવ = વિપરીત ભાવ.
૨. પર-ઉપરોધ ના = બીજાને નડતર થાય એમ ન રહેવું તે.
૩. ત્રિયાકથા = સ્ત્રીકથા.૪. તુર્ય = ચતુર્થ.
૫. ભવ્યજનબોધાર્થ = ભવ્યજનોને બોધવા માટે. ૬. જ્ઞાનાત્મ = જ્ઞાનસ્વરૂપ.
૧૧૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય