શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર — ત્રણ જાણો પરમ શ્રદ્ધા વડે,
જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦.
જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ,
શિવધામવાસી સિદ્ધ થાય — ત્રિલોકના ચૂડામણિ. ૪૧.
જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને;
ગુણદોષ જાણી એ રીતે, સદ્જ્ઞાનને જાણો તમે. ૪૨.
જ્ઞાની ચરિત્રારૂઢ થઈ નિજ આત્મમાં પર નવ ચહે,
અચિરે લહે શિવસૌખ્ય અનુપમ એમ જાણો નિશ્ચયે. ૪૩.
વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે
જે ચરણ ભાખ્યું, તે કહ્યું સંક્ષેપથી અહીં આ રીતે. ૪૪.
ભાવો વિમળ ભાવે ચરણપ્રાભૃત સુવિરચિત સ્પષ્ટ જે,
છોડી ચતુર્ગતિ શીઘ્ર પામો મોક્ષ શાશ્વતને તમે. ૪૫.
❁
૪. બોધપ્રાભૃત
શાસ્ત્રાર્થ બહુ જાણે, ૧સુદ્રગસંયમવિમળ તપ આચરે,
૨વર્જિતકષાય, વિશુદ્ધ છે, તે ૩સૂરિગણને વંદીને; ૧.
ષટ્કાયસુખકર કથન કરું સંક્ષેપથી, સુણજો તમે,
જે સર્વજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું છે જિનવરે. ૨.
૧.સુદ્રગસંયમવિમળ તપ = સમ્યગ્દર્શન ને સંયમથી શુદ્ધ એવું તપ.
૨.વર્જિતકષાય = કષાયરહિત.
૩.સૂરિગણ = આચાર્યોનો સમૂહ.
અષ્ટપ્રાભૃત-બોધપ્રાભૃત ]
[ ૧૧૫