Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 116 of 214
PDF/HTML Page 128 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને
વીતરાગ જિનનું બિંબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩.
અર્હંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અર્હંત ને
ગુણશુદ્ધ પ્રવ્રજ્યા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪.
આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને,
તે સંયમીનું રૂપ ભાખ્યું આયતન જિનશાસને. ૫.
આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમોહ-રાગ-વિરોધ છે,
ૠષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬.
સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે,
મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાર્થ છે. ૭.
સ્વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે,
છે ચૈત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવ્રતે. ૮.
ચેતન સ્વયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને અલ્પ છે,
ષટ્કાયહિતકર તેહ ભાખ્યું ચૈત્યગૃહ જિનશાસને. ૯.
દ્રગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે,
નિર્ગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦.
જાણે-જુએ નિર્મળ સુદ્રગ સહ, ચરણ નિર્મળ આચરે,
તે વંદનીય નિર્ગ્રંથ-સંયતરૂપ પ્રતિમા જાણજે. ૧૧.
૧.અર્હંતદેશિત = અર્હંતભગવાને કહેલ.
૨.ગુણશુદ્ધ પ્રવ્રજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા.
૩.આયત્ત = આધીન; વશીભૂત.૪. સદર્થ = સત્ અર્થ.
૫.વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું
૬.અલ્પ = ગૌણ.૭. સુદ્રગ = સમ્યગ્દર્શન.
૧૧૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય