શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧નિઃસીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને,
શાશ્વતસુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે, ૧૨.
અક્ષોભ-નિરુપમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી,
તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત, ૨વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩.
દર્શાવતું સંયમ-સુદ્રગ-સદ્ધર્મરૂપ, નિર્ગ્રંથ ને
૩જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કહ્યું જિનશાસને. ૧૪.
જ્યમ ફૂ લ હોય સુગંધમય ને દૂધ ઘૃતમય હોય છે,
રૂપસ્થ દર્શન હોય સમ્યગ્જ્ઞાનમય એવી રીતે. ૧૫.
જિનબિંબ છે, જે જ્ઞાનમય, વીતરાગ, સંયમશુદ્ધ છે,
દીક્ષા તથા શિક્ષા કરમક્ષયહેતુ આપે શુદ્ધ જે. ૧૬.
તેની કરો પૂજા, વિનય-વાત્સલ્ય-પ્રણમન તેહને,
જેને સુનિશ્ચિત જ્ઞાન, દર્શન, ચેતનાપરિણામ છે. ૧૭.
તપવ્રતગુણોથી શુદ્ધ, નિર્મળ સુદ્રગ સહ જાણે-જુએ,
દીક્ષા-સુશિક્ષાદાયિની અર્હંતમુદ્રા તેહ છે. ૧૮.
ઇન્દ્રિય-કષાયનિરોધમય મુદ્રા સુદ્રઢસંયમમયી,
— આ ઉક્ત મુદ્રા જ્ઞાનથી નિષ્પન્ન, જિનમુદ્રા કહી. ૧૯.
સંયમસહિત સદ્ધ્યાનયોગ્ય વિમુક્તિપથના લક્ષ્યને,
પામી શકે છે જ્ઞાનથી જીવ, તેથી તે જ્ઞાતવ્ય છે. ૨૦.
૪શર-અજ્ઞ ૫વેધ્ય-અજાણ જેમ કરે ન પ્રાપ્ત નિશાનને,
અજ્ઞાની તેમ કરે ન લક્ષિત મોક્ષપથના લક્ષ્યને. ૨૧.
૧. નિઃસીમ = અનંત૨. વ્યુત્સર્ગપ્રતિમા = કાયોત્સર્ગમય પ્રતિમા.
૩. જ્ઞાનાત્મ = જ્ઞાનમય. ૪. શર-અજ્ઞ = બાણવિદ્યાનો અજાણ.
૫. વેધ્ય-અજાણ = નિશાનસંબંધી અજાણ.
અષ્ટપ્રાભૃત-બોધપ્રાભૃત ]
[ ૧૧૭