Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 214
PDF/HTML Page 130 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રે! જ્ઞાન નરને થાય છે; તે સુજન તેમ વિનીતને;
તે જ્ઞાનથી, કરી લક્ષ, પામે મોક્ષપથના લક્ષ્યને. ૨૨.
મતિ ચાપ થિર, શ્રુત દોરી, જેને રત્નત્રય શુભ બાણ છે,
પરમાર્થ જેનું લક્ષ્ય છે, તે મોક્ષમાર્ગે નવ ચૂકે. ૨૩.
તે દેવ, જે સુરીતે ધરમ ને અર્થ, કામ, સુજ્ઞાન દે;
તે વસ્તુ દે છે તે જ, જેને ધર્મ-દીક્ષા-અર્થ છે. ૨૪.
તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્ત જે,
તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. ૨૫.
વ્રત-સુદ્રગનિર્મળ, ઇન્દ્રિસંયમયુક્ત ને નિરપેક્ષ જે,
તે તીર્થમાં દીક્ષા-સુશિક્ષારૂપ સ્નાન કરો, મુને! ૨૬.
નિર્મળ સુદર્શન-તપચરણ-સદ્ધર્મ-સંયમ-જ્ઞાનને,
જો શાન્તભાવે યુક્ત તો, તીરથ કહ્યું જિનશાસને. ૨૭.
અભિધાન-સ્થાપન-દ્રવ્ય-ભાવે, સ્વીય ગુણપર્યાયથી,
અર્હંત જાણી શકાય છે આગતિ-ચ્યવન-સંપત્તિથી. ૨૮.
નિઃસીમ દર્શન-જ્ઞાન છે, વસુબંધલયથી મોક્ષ છે,
નિરુપમ ગુણે આરૂઢ છે, અર્હંત આવા હોય છે. ૨૯.
જે પુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણ ને
વળી દોષકર્મ હણી થયા જ્ઞાનાત્મ, તે અર્હંત છે. ૩૦.
છે સ્થાપના અર્હંતની કર્તવ્ય પાંચ પ્રકારથી,
‘ગુણ’, માર્ગણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણ ને જીવસ્થાનથી. ૩૧.
૧.ચાપ = ધનુષ્ય.૨. શુભ = સારું.
૩.નિરપેક્ષ = અભિલાષારહિત. ૪. અભિધાન = નામ.
૫.સ્વીય = પોતાના. ૬. વસુ = આઠ ૭. ‘ગુણ’ = ગુણસ્થાન.
૧૧૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય