Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 120 of 214
PDF/HTML Page 132 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને,
સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે,અર્હંતનો આ ભાવ છે. ૪૧.
મુનિ શૂન્યગૃહ, તરુતલ વસે, ઉદ્યાન વા સમશાનમાં,
ગિરિકંદરે, ગિરિશિખર પર, વિકરાળ વન વા વસતિમાં. ૪૨.
નિજવશ શ્રમણના વાસ, તીરથ, શાસ્ત્રચૈત્યાલય અને
જિનભવન મુનિનાં લક્ષ્ય છેજિનવર કહે જિનશાસને. ૪૩.
પંચેન્દ્રિસંયમવંત, પંચમહાવ્રતી, નિરપેક્ષ ને
સ્વાધ્યાય-ધ્યાને યુક્ત મુનિવરવૃષભ ઇચ્છે તેમને. ૪૪.
ગૃહ-ગ્રંથ-મોહવિમુક્ત છે, પરિષહજયી, અકષાય છે,
છે મુક્ત પાપારંભથી,દીક્ષા કહી આવી જિને. ૪૫.
ધન-ધાન્ય-પટ, કંચન-રજત, આસન-શયન, છત્રાદિનાં
સર્વે કુદાન વિહીન છે,દીક્ષા કહી આવી જિને. ૪૬.
નિંદા-પ્રશંસા, શત્રુ-મિત્ર, અલબ્ધિ ને લબ્ધિ વિષે,
તૃણ-કંચને સમભાવ છે,દીક્ષા કહી આવી જિને. ૪૭.
નિર્ધન-સધન ને ઉચ્ચ-મધ્યમ સદન અનપેક્ષિતપણે
સર્વત્ર પિંડ ગ્રહાય છે,દીક્ષા કહી આવી જિને. ૪૮.
નિર્ગ્રંથ ને નિઃસંગ નિર્માનાશ, નિરહંકાર છે,
નિર્મમ, અરાગ, અદ્વેષ છે,દીક્ષા કહી આવી જિને. ૪૯.
નિઃસ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે,
આશારહિત, નિર્લોભ છે,દીક્ષા કહી આવી જિને. ૫૦.
૧. ઉદ્યાન = બગીચો.૨. ગિરિકંદર = પર્વતની ગુફા.
૩. પટ = વસ્ત્ર.૪. કંચન-રજત = સોનું-રૂપું.
૫. લબ્ધિ = લાભ.૬. સદન = ઘર. ૭. પિંડ = આહાર.
૮. નિર્માનાશ = માન ને આશા રહિત.
૧૨૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય