શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે?
હે પથિક! શિવનગરી તણો પથ ૧યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬.
સત્પુરુષ! કાળ અનાદિથી નિઃસીમ આ સંસારમાં
બહુ વાર ભાવ વિના બહિર્નિર્ગ્રંથ રૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭.
ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં,
તેં જીવ! તીવ્ર દુખો સહ્યાં; તું ભાવ રે! જિનભાવના. ૮.
ભીષણ સુતીવ્ર અસહ્ય દુઃખો સપ્ત નરકાવાસમાં
બહુ દીર્ઘ કાળપ્રમાણ તેં વેદ્યાં, ૨અછિન્નપણે સહ્યાં. ૯.
રે ! ખ૩નન-ઉ૪ત્તાપન-પ્ર૫જાલન-૬વીજન-૭છેદ-૮નિરોધનાં
ચિરકાળ પામ્યો દુઃખ ભાવવિહીન તું તિર્યંચમાં. ૧૦.
તેં સહજ, કાયિક, માનસિક, ૯આગંતુ — ચાર પ્રકારનાં
દુઃખો લહ્યાં નિઃસીમ કાળ મનુષ્ય કેરા જન્મમાં. ૧૧.
સુર-અપ્સરાના વિરહકાળે હે મહાયશ ! સ્વર્ગમાં
૧૦શુભભાવનાવિરહિતપણે તેં તીવ્ર ૧૧માનસ દુખ સહ્યાં. ૧૨.
તું સ્વર્ગલોકે હીન દેવ થયો, દરવલિંગીપણે
કાંદર્પી-આદિક પાંચ બૂરી ભાવનાને ભાવીને. ૧૩.
૧. યત્ન = પ્રયત્ન; (શુદ્ધભાવરૂપ) ઉદ્યમ.
૨. અછિન્ન = સતત; નિરંતર.૩. ખનન = ખોદવાની ક્રિયા.
૪. ઉત્તાપન = તપાવવાની ક્રિયા.૫. પ્રજાલન = પ્રજાળવાની ક્રિયા.
૬. વીજન = પંખાથી પવન નાખવાની ક્રિયા.
૭. છેદ = કાપવાની ક્રિયા. ૮. નિરોધ = બંધનમાં રાખવાની ક્રિયા.
૯. આગંતુ = આગંતુક; બહારથી આવી પડેલ.
૧૦.શુભભાવના = સારી ભાવના અર્થાત્ શુદ્ધ પરિણતિ.
૧૧.માનસ = માનસિક.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૨૩