શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હે ધીર! હે મુનિવર! ગ્રહ્યાં-છોડ્યાં શરીર અનેક તેં,
તેનું નથી પરિમાણ કંઈ નિઃસીમ ભવસાગર વિષે. ૨૪.
૧વિષ-વેદનાથી, રક્તક્ષય-ભય-શસ્ત્રથી, સંક્લેશથી,
આયુષ્યનો ક્ષય થાય છે ૨આહાર-શ્વાસનિરોધથી; ૨૫.
હિમ-અગ્નિ-જળથી, ૩ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી,
અન્યાય-રસવિજ્ઞાન-યોગપ્રધારણાદિ પ્રસંગથી. ૨૬.
હે મિત્ર! એ રીત જન્મીને ચિર કાળ નર-તિર્યંચમાં,
બહુ વાર તું પામ્યો મહાદુખ આકરાં અપમૃત્યુનાં. ૨૭.
છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યાં
અંતર્મુહૂર્તપ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮.
રે! જાણ એંશી સાઠ ચાળીશ ક્ષુદ્રભવ વિકલેંદ્રિના,
અંતર્મુહૂર્તે ક્ષુદ્રભવ ચોવીશ પંચેન્દ્રિય તણા. ૨૯.
વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો,
— ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦.
નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દ્રષ્ટિ છે,
૪તદ્બોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ૫ચરણ છે; — માર્ગ એ. ૩૧.
૧. વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી.
૨. આહાર-શ્વાસનિરોધ = આહારનો ને શ્વાસનો નિરોધ.
૩. ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતાં પડી
જવાથી.
૪. તદ્બોધ = તેનું જ્ઞાન; નિજ આત્માને જાણવું તે.
૫. ચરણ = ચારિત્ર; સમ્યક્ચારિત્ર.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૨૫