શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હે જીવ! ૧કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે;
તું ભાવ સુમરણમરણને ૨જર-મરણના હરનારને. ૩૨.
ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કોઈ રહ્યું નથી,
જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જન્મ્યો નથી. ૩૩.
જીવ ૩જનિ-જરા-મૃતતપ્ત કાળ અનંત પામ્યો દુઃખને,
જિનલિંગને પણ ધારી ૪પારંપર્યભાવવિહીનને. ૩૪.
પ્રતિદેશ-પુદ્ગલ-કાળ-આયુષ-નામ-પરિણામસ્થ તેં
૫બહુશઃ શરીર ગ્રહ્યાં-તજ્યાં નિઃસીમ ભવસાગર વિષે. ૩૫.
ત્રણશત-અધિક ચાળીસ-ત્રણ રજ્જુપ્રમિત આ લોકમાં
તજી આઠ કોઈ પ્રદેશ ના, પરિભ્રમિત નહિ આ જીવ જ્યાં. ૩૬.
પ્રત્યેક અંગુલ છન્નું જાણો રોગ માનવદેહમાં;
તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭.
એ રોગ પણ સઘળા સહ્યા તેં પૂર્વભવમાં પરવશે;
તું સહી રહ્યો છે આમ, યશધર! અધિક શું કહીએ તને? ૩૮.
મળ-મૂત્ર-૬શોણિત-પિત્ત, ૭કરમ, બરોળ, ૮યકૃત, ૯આંત્ર જ્યાં,
ત્યાં માસ નવ-દશ તું વસ્યો બહુ વાર જનની-ઉદરમાં. ૩૯.
જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને,
તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦.
૧. કુમરણમરણ = કુમરણરૂપ મરણ.૨. જર = જરા.
૩. જનિ-જરા-મૃતતપ્ત = જન્મ, જરા અને મરણથી પીડિત વર્તતો થકો.
૪. પારંપર્યભાવવિહીન = પરંપરાગત ભાવલિંગથી રહિત; આચાર્યોની પરંપરાથી
ચાલ્યા આવતા ભાવલિંગ રહિત.૫. બહુશઃ = અનેક વાર.
૬. શોણિત = લોહી. ૭. કરમ = કૃમિ. ૮. યકૃત = કલેજું.
૯. આંત્ર = આંતરડાં.
૧૨૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય