શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તું અશુચિમાં લોટ્યો ઘણું શિશુકાળમાં અણસમજમાં,
મુનિવર! અશુચિ આરોગી છે બહુ વાર તેં બાલત્વમાં. ૪૧.
૧પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગંધ શબ સમ જ્યાં સ્રવે,
ચિંતવ તું ૨પીપ-વસાદિ-અશુચિભરેલ કાયાકું ભને. ૪૨.
રે! ભાવમુક્ત વિમુક્ત છે, સ્વજનાદિમુક્ત ન મુક્ત છે,
ઈમ ભાવીને હે ધીર! તું પરિત્યાગ ૩આંતર ગ્રંથને. ૪૩.
દેહાદિસંગ તજ્યો અહો! પણ મલિન માનકષાયથી
આતાપના કરતા રહ્યા બાહુબલી મુનિ ક્યાં લગી? ૪૪.
તન-ભોજનાદિપ્રવૃત્તિના તજનાર મુનિ મધુપિંગલે,
હે ૪ભવ્યનૂત! નિદાનથી જ લહ્યું નહીં ૫શ્રમણત્વને. ૪૫.
બીજાય સાધુ વસિષ્ઠ પામ્યા દુઃખને નિદાનથી;
એવું નથી કો સ્થાન કે જે સ્થાન જીવ ભમ્યો નથી. ૪૬.
એવો ન કોઈ પ્રદેશ લખ ચોરાશી યોનિનિવાસમાં,
રે! ભાવવિરહિત શ્રમણ પણ પરિભ્રમણને પામ્યો ન જ્યાં. ૪૭.
છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે;
તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે? ૪૮.
દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અભ્યંતર વડે,
જિનલિંગથી પણ બાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯.
વળી એ રીતે બીજા દરવસાધુ દ્વીપાયન નામના
વરજ્ઞાનદર્શનચરણભ્રષ્ટ, અનંતસંસારી થયા. ૫૦.
૧. પલ = માંસ.૨. પીપ-વસાદિ = પરુ, ચરબી વગેરે.
૩. આંતર = અભ્યંતર.
૪. ભવ્યનૂત = ભવ્યજીવો જેની પ્રશંસા કરે છે એવા; ભવ્ય જીવો વડે જેને
નમવામાં આવે છે એવા.૫. શ્રમણત્વને = ભાવમુનિપણાને.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૨૭