શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આજેય ૧વિમલત્રિરત્ન, નિજને ધ્યાઈ, ઇન્દ્રપણું લહે,
વા દેવ લૌકાંતિક બને, ત્યાંથી ચ્યવી સિદ્ધિ વરે. ૭૭.
જે ૨પાપમોહિતબુદ્ધિઓ ગ્રહી જિનવરોના લિંગને
પાપો કરે છે, પાપીઓ તે મોક્ષમાર્ગે ૩ત્યક્ત છે. ૭૮.
જે ૪પંચવસ્ત્રાસક્ત, પરિગ્રહધારી, ૫યાચનશીલ છે,
છે ૬લીન આધાકર્મમાં, તે મોક્ષમાર્ગે ત્યક્ત છે. ૭૯.
નિર્મોહ, વિજિતકષાય, ૭બાવીશ-પરિષહી, નિર્ગ્રંથ છે,
છે મુક્ત પાપારંભથી, તે મોક્ષમાર્ગે ૮ગૃહીત છે. ૮૦.
છું એકલો હું, કોઈ પણ મારાં નથી લોકત્રયે,
— એ ભાવનાથી યોગીઓ પામે સુશાશ્વત સૌખ્યને. ૮૧.
જે દેવ-ગુરુના ભક્ત છે, ૯નિર્વેદશ્રેણી ચિંતવે,
જે ધ્યાનરત, ૧૦સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહિત છે. ૮૨.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૫૩
૧. વિમલત્રિરત્ન = શુદ્ધરત્નત્રયવાળા; રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ
૨. પાપમોહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પાપમોહિત છે એવા જીવો.
૩. ત્યક્ત = તજાયેલા; અસ્વીકૃત; નહિ સ્વીકારાયેલા.
૪. પંચવસ્ત્રાસક્ત = પંચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી; સુતરાઉ વગેરે
પાંચ પ્રકારનાં વસ્ત્રો ધારણ કરનાર).
૫. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીને – માગણી કરીને –
આહારાદિ લેનારા)
૬. લીન આધાકર્મમાં = અધઃકર્મમાં રત (અર્થાત્ અધઃકર્મરૂપ દોષવાળો
આહાર લેનારા).
૭. બાવીશ-પરિષહી = બાવીશ પરિષહોને સહનારા.
૮. ગૃહીત = ગ્રહવામાં આવેલા; સ્વીકારવામાં આવેલા; સ્વીકૃત; અંગીકૃત.
૯. નિર્વેદશ્રેણી = વૈરાગ્યની પરંપરા; વૈરાગ્યભાવનાઓની હારમાળા.
૧૦. સુચરિત્ર = સારા ચારિત્રવાળા; સત્ચારિત્રયુક્ત.