શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિશ્ચયનયે — જ્યાં આતમા ૧આત્માર્થ આત્મામાં રમે,
તે યોગી છે સુચરિત્રસંયુત; તે લહે નિર્વાણને. ૮૩.
છે યોગી, ૨પુરુષાકાર, જીવ ૩વરજ્ઞાનદર્શનપૂર્ણ છે;
૪ધ્યાનાર યોગી પાપનાશક ૫દ્વંદ્વવિરહિત હોય છે. ૮૪.
શ્રમણાર્થ જિન-ઉપદેશ ભાખ્યો, શ્રાવકાર્થ સુણો હવે,
સંસારનું હરનાર ૬શિવ-કરનાર કારણ પરમ એ. ૮૫.
ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યક્ત્વને,
હે શ્રાવકો! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬.
સમ્યક્ત્વને જે જીવ ધ્યાવે તે સુદ્રષ્ટિ હોય છે,
સમ્યક્ત્વપરિણત વર્તતો દુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭.
બહુ કથનથી શું? ૭નરવરો ૮ગત કાળ જે ૯સિદ્ધ્યા અહો!
જે સિદ્ધશે ભવ્યો હવે, સમ્યક્ત્વમહિમા જાણવો. ૮૮.
નર ધન્ય તે, ૧૦સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે,
સ્વપ્નેય મલિન કર્યું ન જેણે ૧૧સિદ્ધિકર સમ્યક્ત્વને. ૮૯.
૧૫૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. આત્માર્થ = આત્મા અર્થે; આત્મા માટે.
૨. પુરુષાકાર = પુરુષના આકારે.
૩. વરજ્ઞાનદર્શનપૂર્ણ = (સ્વભાવે) ઉત્તમ જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ.
૪. ધ્યાનાર = એવા જીવને – આત્માને – જે ધ્યાવે છે તે.
૫. દ્વંદ્વવિરહિત = નિર્દ્વંદ્વ; (રાગદ્વેષાદિ) દ્વંદ્વથી રહિત.
૬. શિવ કરનાર = મોક્ષનું કરનારું; સિદ્ધિકર.
૭. નરવરો = ઉત્તમ પુરુષો.
૮. ગત કાળ = ભૂતકાળમાં; પૂર્વે.
૯. સિદ્ધ્યા = સિદ્ધ થયા; મોક્ષ પામ્યા.
૧૦. સુકૃતાર્થ = જેમણે પ્રયોજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા; સુકૃતકૃત્ય.
૧૧. સિદ્ધિકર = સિદ્ધિ કરનાર; મોક્ષ કરનાર.