Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 214
PDF/HTML Page 167 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું,
નિર્ગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦.
સમ્યક્ત્વ તેને, જેહ માને લિંગ પરનિરપેક્ષને,
રૂપે યથાજાતક, સુસંયત, સર્વસંગવિમુક્તને. ૯૧.
જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા,
ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨.
વંદન અસંયત, રક્ત દેવો, લિંગ સપરાપેક્ષને,
એ માન્ય હોય કુદ્રષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિને. ૯૩.
સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને;
વિપરીત તેથી જે કરે, કુદ્રષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪.
કુદ્રષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં,
જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ર ભર્યા જિહાં. ૯૫.
‘સમ્યક્ત્વ ગુણ, મિથ્યાત્વ દોષ’ તું એમ મન સુવિચારીને,
કર તે તને જે મન રુચે; બહુ કથન શું કરવું અરે? ૯૬.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૫૫
૧. હિંસા સુવિરહિત = હિંસારહિત.
૨. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય) લિંગને; પરને નહિ
અવલંબનારા એવા લિંગને.
૩. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્નસહજસ્વાભાવિક
નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા.
૪. સુસંયત = સારી રીતે સંયત; સુસંયમયુક્ત.
૫. કુત્સિત = નિંદિત; ખરાબ; અધમ.
૬. રક્ત = રાગી.
૭. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા.