શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિર્ગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જ્યાં,
જાણે ન તે સમભાવ નિજ; શુ ૧સ્થાન-મૌન કરે તિહાં? ૯૭.
જે મૂળગુણને છેદીને મુનિ બાહ્યકર્મો આચરે,
પામે ન શિવસુખ ૨નિશ્ચયે ૩જિનકથિત-લિંગ-વિરાધને. ૯૮.
બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે?
રે! શું કરે આતાપના? — આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯.
પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે,
છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦૦.
છે સાધુ જે વૈરાગ્યપર ને વિમુખ પરદ્રવ્યો વિષે,
ભવસુખવિરક્ત, સ્વકીય શુદ્ધ સુખો વિષે અનુરક્ત જે. ૧૦૧.
૪આદેયહેય-સુનિશ્ચયી, ૫ગુણગણવિભૂષિત-અંગ જે,
ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે. ૧૦૨.
પ્રણમે ૬પ્રણત જન, ૭ધ્યાત જન ધ્યાવે નિરંતર જેહને,
તું જાણ તત્ત્વ ૮તનસ્થ તે, જે ૯સ્તવનપ્રાપ્ત જનો સ્તવે. ૧૦૩.
અર્હંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ — પરમેષ્ઠી જે,
પાંચેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૪.
૧૫૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. સ્થાન = નિશ્ચળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાર્યોત્સર્ગસ્થિત રહેવું તે;
એક આસને નિશ્ચળ રહેવું તે.૨. નિશ્ચયે = નક્કી.
૩. જિનકથિત-લિંગ-વિરાધને = જિનકથિત લિંગની વિરાધના કરતો હોવાથી.
૪. આદેયહેય-સુનિશ્ચયી = ઉપાદેય અને હેયનો જેમણે નિશ્ચય કરેલો છે એવા.
૫. ગુણગણ વિભૂષિત-અંગ = ગુણોના સમૂહથી સુશોભિત અંગવાળા.
૬. પ્રણત જન = બીજાઓ વડે જેમને પ્રણમવામાં આવે છે તે જનો.
૭. ધ્યાત જન = બીજાઓ વડે જેમને ધ્યાવામાં આવે છે તે જનો.
૮. તનસ્થ = દેહસ્થ; શરીરમાં રહેલ.
૯. સ્તવનપ્રાપ્ત જનો = બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે તે જનો.