શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન, સત્ચારિત્ર, સત્તપચરણ જે,
ચારેય છે આત્મા મહીં; આત્મા શરણ મારું ખરે. ૧૦૫.
આ જિનનિરૂપિત મોક્ષપ્રાભૃત-શાસ્ત્રને સદ્ભક્તિએ
જે પઠન-શ્રવણ કરે અને ભાવે, લહે સુખ નિત્યને. ૧૦૬.
❖
૭. લિંગપ્રાભૃત
કરીને નમન ભગવંત શ્રી અર્હંતને, શ્રી સિદ્ધને,
ભાખીશ હું સંક્ષેપથી મુનિલિંગપ્રાભૃતશાસ્ત્રને. ૧.
હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે;
રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨.
જે ૧પાપમોહિતબુદ્ધિ, જિનવરલિંગ ધરી, ૨લિંગિત્વને;
ઉપહસિત કરતો, તે ૩વિઘાતે ૪લિંગીઓના લિંગને. ૩.
જે લિંગ ધારી નૃત્ય, ગાયન, વાદ્યવાદનને કરે,
તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૪.
જે સંગ્રહે, રક્ષે ૫બહુશ્રમપૂર્વ, ધ્યાવે ૬આર્તને,
તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫.
૭દ્યૂત જે રમે, બહુમાન-ગર્વિત વાદ-કલહ સદા કરે,
લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૬.
અષ્ટપ્રાભૃત-લિંગપ્રાભૃત ]
[ ૧૫૭
૧. પાપમોહિતબુદ્ધિ = જેની બુદ્ધિ પાપમોહિત છે એવો પુરુષ.
૨. લિંગિત્વને ઉપહસિત કરતો = લિંગીપણાનો ઉપહાસ કરે છે; લિંગીભાવની
મશ્કરી કરે છે; મુનિપણાની મજાક કરે છે.
૩. વિઘાતે = ઘાત કરે છે; નષ્ટ કરે છે; હાનિ પહોંચાડે છે.
૪. લિંગીઓ = મુનિઓ; સાધુઓ; શ્રમણો.
૫. બહુશ્રમપૂર્વ = બહુ શ્રમપૂર્વક; ઘણા પ્રયત્નથી. ૬.
આર્ત = આર્તધ્યાન.
૭. દ્યૂત = જુગાર.