શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે ૧પાપ-ઉપહતભાવ સેવે લિંગમાં અબ્રહ્મને,
તે પાપમોહિતબુદ્ધિને પરિભ્રમણ ૨સંસૃતિકાનને. ૭.
જ્યાં લિંગરૂપે જ્ઞાનદર્શનચરણનું ધારણ નહીં,
ને ધ્યાન ધ્યાવે આર્ત, તેહ અનંતસંસારી મુનિ. ૮.
જોડે વિવાહ, કરે કૃષિ-વ્યાપાર-જીવવિઘાત જે,
લિંગીરૂપે કરતો થકો પાપી નરકગામી બને. ૯.
ચોરો-લબાડોને લડાવે, તીવ્ર પરિણામો કરે,
ચોપાટ-આદિક જે રમે, લિંગી નરકગામી બને. ૧૦.
દ્રગજ્ઞાનચરણે, નિત્યકર્મે, તપનિયમસંયમ વિષે
જે વર્તતો પીડા કરે, લિંગી નરકગામી બને. ૧૧.
જે ભોજને રસગૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે,
માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨.
૩પિંડાર્થ જે દોડે અને કરી કલહ ભોજન જે કરે,
ઇર્ષા કરે જે અન્યની, જિનમાર્ગનો નહિ શ્રમણ તે. ૧૩.
૪અણદત્તનું જ્યાં ગ્રહણ, જે ૫અસમક્ષ પરનિંદા કરે,
જિનલિંગધારક હો છતાં તે શ્રમણ ચોર સમાન છે. ૧૪.
૬લિંગાત્મ ઇર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે,
દોડે, ઉખાડે ભોંય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫.
૧૫૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. પાપ-ઉપહતભાવ = પાપથી જેનો ભાવ હણાયેલો છે એવો પુરુષ.
૨. સંસૃતિકાનને = સંસારરૂપી વનમાં.
૩. પિંડાર્થ = આહાર અર્થે; ભોજનપ્રાપ્તિ માટે.
૪. અણદત્ત = અદત્ત; અણદીધેલ; નહિ દેવામાં આવેલ.
૫. અસમક્ષ = પરોક્ષપણે; અપ્રત્યક્ષપણે; અસમીપપણે; છાની રીતે.
૬. લિંગાત્મ = લિંગરૂપ; મુનિલિંગસ્વરૂપ.