શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૮. શીલપ્રાભૃત
૧વિસ્તીર્ણલોચન, ૨રક્તકજકોમલ-સુપદ શ્રી વીરને
ત્રિવિધે કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧.
ન વિરોધ ભાખ્યો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને;
વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨.
દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દુષ્કર અરે!
વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩.
જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી;
નહિ ૩ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪.
જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્રગહીન જે,
તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય ૪નિરર્થ છે. ૫.
જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું ૫દ્રગશુદ્ધ જે,
તપ જે ૬સસંયમ, તે ભલે થોડું, મહાફળયુક્ત છે. ૬.
નર કોઈ, જાણી જ્ઞાનને, આસક્ત રહી વિષયાદિકે,
ભટકે ચતુર્ગતિમાં અરે! વિષયે વિમોહિત મૂઢ એ. ૭.
પણ વિષયમાંહિ વિરક્ત, જાણી જ્ઞાન, ભાવનયુક્ત જે,
નિઃશંક તે તપગુણસહિત છેદે ચતુર્ગતિભ્રમણને. ૮.
૧૬૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. વિસ્તીર્ણલોચન = (૧) વિશાળ નેત્રવાળા; (૨) વિસ્તૃત દર્શનજ્ઞાનવાળા.
૨. રક્તકજકોમલ-સુપદ = લાલ કમળ જેવાં કોમળ જેમનાં સુપદ (સુંદર ચરણો
અથવા રાગદ્વેષરહિત વચનો) છે એવા.
૩. ક્ષપણ = ક્ષય કરવો તે; નાશ કરવો તે.
૪.નિરર્થ = નિરર્થક; નિષ્ફળ.
૫.દ્રગશુદ્ધ = સમ્યગ્દર્શન વડે શુદ્ધ.૬. સસંયમ = સંયમ સહિત.