શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ધમતાં લવણ-ખડીલેપપૂર્વક કનક નિર્મળ થાય છે,
ત્યમ જીવ પણ સુવિશુદ્ધ ૧જ્ઞાનસલિલથી નિર્મળ બને. ૯.
જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો,
તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧ ૦.
સમ્યક્ત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી
ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ ૨પરિનિર્વાણની. ૧૧.
જે શીલને રક્ષે, સુદર્શનશુદ્ધ, દ્રઢચારિત્ર જે,
જે વિષયમાંહી ૩વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨.
છે ૪ઇષ્ટદર્શી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે;
ઉન્માર્ગદર્શી જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩.
૫દુર્મત-કુશાસ્ત્રપ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે,
વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪.
હો રૂપશ્રીગર્વિત, ભલે લાવણ્યયૌવનકાન્તિ હો,
માનવજનમ છે નિષ્પ્રયોજન શીલગુણવર્જિત તણો. ૧૫.
વ્યાકરણ, છંદો, ન્યાય, વૈશેષિક, વ્યવહારાદિનાં
શાસ્ત્રો તણું હો જ્ઞાન તોપણ શીલ ઉત્તમ સર્વમાં. ૧૬.
રે! શીલગુણમંડિત ભવિકના દેવ વલ્લભ હોય છે;
લોકે કુશીલ જનો, ભલે શ્રુતપારગત હો, તુચ્છ છે. ૧૭.
૧. જ્ઞાનસલિલ = જ્ઞાનજળ; જ્ઞાનરૂપી નીર.
૨. પરિનિર્વાણ = મોક્ષ.
૩. વિરક્તમન = વિરક્ત મનવાળા.
૪. ઇષ્ટદર્શી = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની શ્રદ્ધાવાળા.
૫. દુર્મત = કુમત.
અષ્ટપ્રાભૃત-શીલપ્રાભૃત ]
[ ૧૬૧