શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સૌથી ભલે હો ૧હીન, ૨રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો,
૩માનુષ્ય તેનું છે ૪સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮.
પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા,
સમ્યક્ત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પરિવારમાં. ૧૯.
છે શીલ તે તપ શુદ્ધ, તે દ્રગશુદ્ધિ, જ્ઞાનવિશુદ્ધિ છે,
છે શીલ ૫અરિ વિષયો તણો ને શીલ ૬શિવસોપાન છે. ૨૦.
વિષ ઘોર જંગમ-સ્થાવરોનું નષ્ટ કરતું સર્વને,
પણ ૭વિષયલુબ્ધ તણું વિઘાતક વિષયવિષ અતિરૌદ્ર છે. ૨૧.
વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને,
પણ વિષયવિષહત જીવ તો ૮સંસારકાંતારે ભમે. ૨૨.
બહુ વેદના નરકો વિષે, દુઃખો મનુજ-તિર્યંચમાં,
દેવેય ૯દુર્ભગતા લહે વિષયાવલંબી આતમા. ૨૩.
૧૦તુષ દૂર કરતાં જે રીતે કં ઈ ૧૧દ્રવ્ય નરનું ન જાય છે,
તપશીલવંત ૧૨સુકુશલ, ૧૩ખળ માફક, વિષયવિષને તજે. ૨૪.
૧. હીન = હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિ અપેક્ષાએ હલકા).
૨. રૂપવિરૂપ = રૂપે વિરૂપ; રૂપ-અપેક્ષાએ કુરૂપ.
૩. માનુષ્ય = મનુષ્યપણું (અર્થાત્ મનુષ્યજીવન).
૪. સુજીવિત = સારી રીતે જિવાયેલું; પ્રશંસનીયપણે — સફળપણે જીવવામાં
આવેલું.૫. અરિ = વેરી; શત્રુ.
૬. શિવસોપાન = મોક્ષનું પગથિયું.
૭. વિષયલુબ્ધ તણું વિઘાતક = વિષયલુબ્ધ જીવોનો ઘાત કરનારું (અર્થાત્ તેમનું
અત્યંત બૂરું કરનારું). ૮. સંસારકાંતારે = સંસારરૂપી મોટા ભયંકર વનમાં.
૯. દુર્ભગતા = દુર્ભાગ્ય. ૧૦. તુષ દૂર કરતાં = ધાન્યમાંથી ફોતરાં વગેરે કચરો
કાઢી નાખતાં.૧૧. દ્રવ્ય = વસ્તુ (અર્થાત્ ધાન્ય).
૧૨. સુકુશલ = કુશળ અર્થાત્ પ્રવીણ પુરુષ. ૧૩. ખળ = વસ્તુનો રસકસ
વિનાનો નકામો ભાગ – કચરો; સત્ત્વ કાઢી લેતાં બાકી રહેતા કૂચા.
૧૬૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય