શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
છે ભદ્ર, ગોળ, વિશાળ ને ખંડાત્મ અંગ શરીરમાં,
તે સર્વ હોય સુપ્રાપ્ત તોપણ શીલ ઉત્તમ સર્વમાં. ૨૫.
દુર્મતવિમોહિત વિષયલુબ્ધ જનો ઇતરજન સાથમાં
૧અરઘટ્ટિકાના ચક્ર જેમ પરિભ્રમે સંસારમાં. ૨૬.
જે કર્મગ્રંથિ વિષયરાગે બદ્ધ છે આત્મા વિષે,
તપચરણ-સંયમ-શીલથી સુકૃતાર્થ છેદે તેહને. ૨૭.
તપ-દાન-શીલ-સુવિનય — રત્નસમૂહ સહ, જલધિ સમો,
૨સોહંત ૩જીવ સશીલ પામે શ્રેષ્ઠ શિવપદને અહો! ૨૮.
દેખાય છે શું મોક્ષ સ્ત્રી-પશુ-ગાય-ગર્દભ-શ્વાનનો?
જે ૪તુર્યને સાધે, લહે છે મોક્ષ; — દેખો સૌ જનો. ૨૯.
જો મોક્ષ સાધિત હોત ૫વિષયવિલુબ્ધ જ્ઞાનધરો વડે,
દશપૂર્વધર પણ સાત્યકિસુત કેમ પામત નરકને? ૩૦.
જો શીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ,
દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧.
૬વિષયે વિરક્ત કરે ૭સુસહ અતિ-ઉગ્ર નારકવેદના
ને પામતા અર્હંતપદ; — વીરે કહ્યું જિનમાર્ગમાં. ૩૨.
૮અત્યક્ષ-શિવપદપ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી
પ્રત્યક્ષદર્શનજ્ઞાનધર લોકજ્ઞ જિનદેવે કહી. ૩૩.
૧. અરઘટ્ટિકા = રેંટ.૨. સોહંત = સોહતો; શોભતો.
૩. જીવ સશીલ = શીલસહિત જીવ; શીલવાન જીવ.
૪. તુર્યને = ચતુર્થને (અર્થાત્ મોક્ષરૂપ ચોથા પુરુષાર્થને).
૫. વિષયવિલુબ્ધ = વિષયલુબ્ધ; વિષયોના લોલુપ.
૬. વિષયે વિરક્ત = વિષયવિરક્ત જીવો.
૭. સુસહ = સહેલાઈથી સહન થાય એવી (અર્થાત્ હળવી).
૮. અત્યક્ષ = અતીંદ્રિય; ઇંદ્રિયાતીત.
અષ્ટપ્રાભૃત-શીલપ્રાભૃત ]
[ ૧૬૩