શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સમ્યક્ત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે,
પવને સહિત ૧પાવક સમાન, ૨દહે ૩પુરાતન કર્મને. ૩૪.
૪વિજિતેન્દ્રિ વિષયવિરક્ત થઈ, ધરીને વિનય-તપ-શીલને,
૫ધીરા ૬દહી વસુ કર્મ, શિવગતિપ્રાપ્ત સિદ્ધપ્રભુ બને. ૩૫.
જે શ્રમણ કેરું જન્મતરુ લાવણ્ય-શીલસમૃદ્ધ છે,
તે શીલધર છે, છે મહાત્મા, લોકમાં ગુણ વિસ્તરે. ૩૬.
દ્રગશુદ્ધિ, જ્ઞાન, સમાધિ, ધ્યાન સ્વશક્તિ-આશ્રિત હોય છે,
સમ્યક્ત્વથી જીવો લહે છે ૭બોધિને જિનશાસને. ૩૭.
જિનવચનનો ગ્રહી સાર, વિષયવિરક્ત ધીર તપોધનો,
કરી સ્નાન ૮શીલસલિલથી, સુખ સિદ્ધિનું પામે અહો! ૩૮.
૯આરાધનાપરિણત સરવ ગુણથી કરે ૧૦કૃશ કર્મને,
સુખદુખરહિત ૧૧મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯.
અર્હંતમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત્વ છે,
ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? ૪૦.
❁
૧. પાવક = અગ્નિ.૨. દહે = બાળે.
૩. પુરાતન = જૂનાં.૪. વિજિતેન્દ્રિ = જિતેન્દ્રિય.
૫. ધીરા = ધીર પુરુષો.૬. દહી વસુ કર્મ = આઠ કર્મને બાળીને.
૭. બોધિ = રત્નત્રયપરિણતિ.
૮. શીલસલિલ = શીલરૂપી જળ.
૯. આરાધનાપરિણત = આરાધનારૂપે પરિણમેલા પુરુષો.
૧૦. કૃશ = નબળાં; પાતળાં; ક્ષીણ.
૧૧. મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત્ શુદ્ધ પરિણતિવાળા).
૧૬૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય