શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શ્રી
સમાધિાતંત્ર
(પદ્યાનુવાદ)
(દોહરા)
નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ;
જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. ૧.
બોલ્યા વિણ પણ ભારતી-ૠદ્ધિ૧ જ્યાં જયવંત,
ઇચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવંત,
વંદું તે સકલાત્મને શ્રી તીર્થેશ જિનેશ,
સુગત તથા જે વિષ્ણુ છે, બ્રહ્મા તેમ મહેશ. ૨.
આગમથી ને લિંગથી૨, આત્મશક્તિ અનુરૂપ,
હૃદય તણા ઐકાગ્ા્રયથી સમ્યક્ વેદી સ્વરૂપ,
મુક્તિસુખ-અભિલાષીને કહીશ આતમરૂપ,
પરથી, કર્મકલંકથી, જેહ ૩વિવિક્તસ્વરૂપ. ૩.
આત્મ ત્રિધા૪ સૌ દેહીમાં — બાહ્યાંતર-પરમાત્મ;
મધ્યોપાયે પરમને ગ્રહો, તજો બહિરાત્મ. ૪.
આત્મભ્રાન્તિ દેહાદિમાં કરે તેહ ‘બહિરાત્મ’;
‘આન્તર’ વિભ્રમરહિત છે, અતિનિર્મળ ‘પરમાત્મ’. ૫.
ૐ
૧. ભારતી-ૠદ્ધિ = વાણીની વિભૂતિ.૨. લિંગ = અનુમાન અને હેતુ.
૩. વિવિક્ત = ભિન્ન. ૪. ત્રિધા = ત્રણ પ્રકારે.