Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 166 of 214
PDF/HTML Page 178 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત, પરાત્મ,
ઇશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. ૬.
ઇન્દ્રિય દ્વારા વિષયમાં બહાર ભમે બહિરાત્મ;
આતમજ્ઞાનવિમુખ તે માને દેહ નિજાત્મ. ૭.
નરદેહે સ્થિત આત્મને નર માને છે મૂઢ,
પશુદેહે સ્થિતને પશુ, સુરદેહે સ્થિત સુર; ૮.
નરક-તને નારક ગણે, પરમાર્થે નથી એમ,
અનંત ધી-શક્તિમયી, અચળરૂપ, નિજવેદ્ય. ૯.
નિજ શરીર સમ દેખીને પરજીવયુક્ત શરીર,
માને તેને આતમા, બહિરાતમ મૂઢ જીવ. ૧૦.
વિભ્રમ પુત્ર-રમાદિગત આત્મ-અજ્ઞને થાય.
દેહોમાં છે જેહને આતમ-અધ્યવસાય. ૧૧.
આ ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર;
અન્ય ભવે પણ દેહને આત્મા ગણે ગમાર. ૧૨.
દેહબુદ્ધિ જન આત્મને કરે દેહસંયુક્ત,
આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત. ૧૩.
દેહે આતમબુદ્ધિથી સુત-દારા કલ્પાય;
તે સૌ નિજ સંપત ગણી, હા! આ જગત હણાય. ૧૪.
૧. અવ્યય = અવિનાશી; પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ નહિ થયેલા
૨. સુર = દેવ.
૩. તન = શરીર.૪. ધી = બુદ્ધિ;
જ્ઞાન.
૫. રમા = સ્ત્રી. ૬. આત્મ-અજ્ઞ = આત્માને નહિ જાણનાર.
૭. આતમ-અધ્યવસાય = આત્માની માન્યતા. ૮. દારા = સ્ત્રી.
૧૬૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય