Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 167 of 214
PDF/HTML Page 179 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ભવદુઃખોનું મૂળ છે દેહાતમધી જેહ;
છોડી, રુદ્ધેન્દ્રિય બની, અંતરમાંહી પ્રવેશ. ૧૫.
અનાદિચ્યુત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત,
ઇન્દ્રિયવિષયો અનુસરી, જાણ્યું નહિ ‘હું’ તત્ત્વ. ૧૬.
બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ;
સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આ યોગ. ૧૭.
રૂપ મને દેખાય જે, સમજે નહિ કંઈ વાત;
સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ? ૧૮.
બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય;
એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ૧૯.
ગ્રહે નહીં અગ્રાહ્યને, છોડે નહીં ગ્રહેલ,
જાણે સૌને સર્વથા, તે હું છું નિજવેદ્ય. ૨૦.
સ્થાણુ વિષે નરભ્રાન્તિથી થાય વિચેષ્ટા જેમ;
આત્મભ્રમે દેહાદિમાં વર્તન હતું મુજ તેમ. ૨૧.
સ્થાણુ વિષે વિભ્રમ જતાં થાય સુચેષ્ટા જેમ;
ભ્રાન્તિ જતાં દેહાદિમાં થયું પ્રવર્તન તેમ. ૨૨.
જે રૂપે હું અનુભવું નિજ નિજથી નિજમાંહી,
તે હું, નર-સ્ત્રી-ઇતર નહિ, એક-બહુ-દ્વિક નાહિ. ૨૩.
નહિ પામ્યે નિદ્રિત હતો, પામ્યે નિદ્રામુક્ત,
તે નિજવેદ્ય, અતીન્દ્રિ ને અવાચ્ય છે મુજ રૂપ. ૨૪.
૧. રુદ્ધેન્દ્રિય = રોકેલી ઇન્દ્રિયોવાળો. ૨. દ્યોતક = પ્રકાશ કરનાર.
૩. ઉન્મત્તતા = ઉન્માદપણું.
૪. નિજવેદ્ય = પોતાથી
અનુભવવા યોગ્ય.
૫. સ્થાણુ = ઝાડનું ઠૂંઠું.
૬. અવાચ્ય = ન કહી શકાય તેવું.
સમાધિતંત્ર ]
[ ૧૬૭