Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 168 of 214
PDF/HTML Page 180 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્ઞાનાત્મક મુજ આત્મ જ્યાં પરમાર્થે વેદાય,
ત્યાં રાગાદિવિનાશથી નહિ અરિ-મિત્ર જણાય. ૨૫.
દેખે નહિ મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર;
દેખે જો મુજને જનો, તો નહિ મુજ અરિ-મિત્ર. ૨૬.
એમ તજી બહિરાત્મને, થઈ મધ્યાત્મસ્વરૂપ;
સૌ સંકલ્પવિમુક્ત થઈ, ભાવો પરમસ્વરૂપ. ૨૭.
તે ભાવ્યે ‘સોહમ્’ તણા જામે છે સંસ્કાર;
તદ્ગત દ્રઢ સંસ્કારથી આત્મનિમગ્ન થવાય. ૨૮.
મૂઢ જહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન;
જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯.
ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ,
ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦.
જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ;
હું જ સેવ્ય મારા વડે, અન્ય સેવ્ય નહિ જાણ. ૩૧.
વિષયમુક્ત થઈ મુજ થકી જ્ઞાનાત્મક મુજસ્થિત,
મુજને હું અવલંબું છું પરમાનંદરચિત. ૩૨.
એમ ન જાણે દેહથી ભિન્ન જીવ અવિનાશ;
તે તપતાં તપ ઘોર પણ, પામે નહિ શિવવાસ. ૩૩.
આતમ-દેહવિભાગથી ઊપજ્યો જ્યાં આહ્લાદ,
તપથી દુષ્કૃત ઘોરને વેદે પણ નહિ તાપ. ૩૪.
૧. અરિ = શત્રુ.૨. તદ્ગત = તે સંબંધી.
૩. નિમગ્ન = લીન.૪. તત્સમ = તેના જેવું.
૫. શિવ = મોક્ષ.
૧૬૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય