શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નથી રાગ જીવને દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.
નથી વર્ગ જીવને, વર્ગણા નહિ, સ્પર્ધકો કંઈ છે નહીં,
અધ્યાત્મસ્થાન ન જીવને, અનુભાગસ્થાનો પણ નહીં; ૫૨.
જીવને નથી કંઈ યોગસ્થાનો, બંધસ્થાનો છે નહીં,
નહિ ઉદયસ્થાનો જીવને, કો માર્ગણાસ્થાનો નહીં; ૫૩.
સ્થિતિબંધસ્થાન ન જીવને, સંક્લેશસ્થાનો પણ નહીં,
સ્થાનો વિશુદ્ધિ તણાં ન, સંયમલબ્ધિનાં સ્થાનો નહીં; ૫૪.
નથી જીવસ્થાનો જીવને, ગુણસ્થાન પણ જીવને નહીં,
પરિણામ પુદ્ગલદ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. ૫૫.
વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી,
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬.
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.
દેખી લૂંટાતું પંથમાં કો, ‘પંથ આ લૂંટાય છે’ —
બોલે જનો વ્યવહારી પણ નહિ પંથ કો લૂંટાય છે. ૫૮.
ત્યમ વર્ણ દેખી જીવમાં કર્મો અને નોકર્મનો,
ભાખે જિનો વ્યવહારથી ‘આ વર્ણ છે આ જીવનો’. ૫૯.
એમ ગંધ, રસ, રૂપ, સ્પર્શ ને સંસ્થાન, દેહાદિક જે,
નિશ્ચય તણા દ્રષ્ટા બધું વ્યવહારથી તે વર્ણવે. ૬૦.
સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.
૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય