શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.
વર્ણાદિ છે સંસારી જીવનાં એમ જો તુજ મત બને,
સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે,
ને મોક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪.
જીવ એક-દ્વિ-ત્રિ-ચર્તુ-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને
પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫.
પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે,
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.
પર્યાપ્ત અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
મોહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં,
તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.
❖
૨. કર્તાકર્મ અધિકાર
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૭