Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 214
PDF/HTML Page 20 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫.
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮.
એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે;
એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી,
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.
૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય