Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 214
PDF/HTML Page 21 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩.
આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મમત વ્યવહારનું,
વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪.
પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે,
જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
જીવભાવ, પુદ્ગલભાવબન્ને ભાવને જેથી કરે,
તેથી જ મિથ્યાદ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. ૮૬.
મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને
અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭.
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિરમણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.
છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અનાદિના,
મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯.
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
જે ભાવ જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને;
કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે,
અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨.
પરને ન કરતો નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે,
એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૯