શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
‘હું ક્રોધ’ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે,
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪.
‘હું ધર્મ આદિ’ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે,
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫.
જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે,
નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.
એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે,
— એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ૯૭.
ઘટ-પટ-રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી,
નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.
પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯.
જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે;
ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧૦૦.
જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે,
કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.
જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે,
તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને ૧૦૨.
જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્યે સંક્રમે;
અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩.
આત્મા કરે નહિ દ્રવ્ય-ગુણ પુદ્ગલમયી કર્મો વિષે,
તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪.
૧૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય