શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય,
પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. ૪૫.
દ્રશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દ્રષ્ટ;
રોષ કરું ક્યાં? તોષ ક્યાં? ધરું ભાવ મધ્યસ્થ. ૪૬.
મૂઢ બર્હિ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંતરમાંય;
૧નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. ૪૭.
જોડે મન સહ આત્મને, વચ-તનથી કરી મુક્ત,
વચ-તનકૃત વ્યવહારને છોડે મનથી સુજ્ઞ. ૪૮.
દેહાતમધી જગતમાં કરે રતિ વિશ્વાસ;
નિજમાં આતમદ્રષ્ટિને ક્યમ રતિ? ક્યમ વિશ્વાસ? ૪૯.
આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય;
કારણવશ કંઈ પણ કરે ત્યાં ૨બુધ તત્પર નો’ય. ૫૦.
ઇન્દ્રિદ્રશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ,
અંતર જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. ૫૧.
પ્રારંભે સુખ બાહ્યમાં, દુખ ભાસે નિજમાંય;
૩ભાવિતાત્મને દુખ બર્હિ, સુખ નિજઆતમમાંય. ૫૨.
તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ;
જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાતેજ. ૫૩.
વચ-કાયે જીવ માનતો, વચ-તનમાં જે ભ્રાન્ત;
તત્ત્વ ૪પૃથક્ છે તેમનું — જાણે જીવ નિર્ભ્રાન્ત. ૫૪.
૧. નિષ્ઠિતાત્મને = શુદ્ધ સ્વરૂપમાં સ્થિત આત્માને.
૨. બુધ = જ્ઞાની. ૩. ભાવિતાત્મને = આત્મસ્વરૂપને યથાર્થપણે જાણનારને.
૪. પૃથક્ = ભિન્ન; જુદું.
૧૭૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય