શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દેખી ૧લય પોતાતણો, વળી મિત્રાદિવિયોગ,
દ્રઢ દેહાતમબુદ્ધિને મરણભીતિ બહુ હોય. ૭૬.
નિજમાં નિજધી આત્મથી માને તન-ગતિ ભિન્ન,
અભય રહે, જ્યમ વસ્ત્રને છોડી ગ્રહે નવીન. ૭૭.
સૂતો જે વ્યવહારમાં તે જાગે નિજમાંય;
જાગૃત જે વ્યવહારમાં, ૨સુષુપ્ત આત્મામાંય. ૭૮.
અંદર દેખી આત્મને, દેહાદિકને બાહ્ય,
ભેદજ્ઞાન-અભ્યાસથી શિવપદ-પ્રાપ્તિ થાય. ૭૯.
સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય;
દ્રઢ અભ્યાસ પછી જગત્ કાષ્ટ-દ્રષદવત્૩ થાય. ૮૦.
બહુ સુણે ભાખે ભલે દેહભિન્નની વાત;
પણ તેને નહિ અનુભવે ત્યાં લગી નહિ શિવલાભ. ૮૧.
નિજને તનથી વાળીને, અનુભવવો નિજમાંય;
જેથી તે સ્વપ્નેય પણ તનમાં નહિ જોડાય. ૮૨.
પુણ્ય વ્રતે, ૪અઘ અવ્રતે, મોક્ષ ૫ઉભયનો નાશ;
અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. ૮૩.
અવ્રતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ,
વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદ નિજ. ૮૪.
અંતર્જલ્પે યુક્ત જે વિકલ્પ કેરી જાળ,
તે દુખમૂળ, તસ નાશથી ઇષ્ટ-પરમ-પદ લાભ. ૮૫.
૧ લય = નાશ. ૨. સુષુપ્ત = સૂતેલા.૩. દ્રષદ = પથ્થર;
પાષાણ.
૪. અઘ = પાપ. ૫. ઉભયનો = બન્નેનો.
સમાધિતંત્ર ]
[ ૧૭૩