શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય;
ભિન્ન દીપને સેવીને ૧બત્તી દીપક થાય. ૯૭.
અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય;
જેમ વૃક્ષ નિજને મથી પોતે ૨પાવક થાય. ૯૮.
એમ નિરંતર ભાવવું પદ આ વચનાતીત;
પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ૯૯.
ચેતન ૩ભૂતજ હોય તો મુક્તિ અયત્ન જ હોય,
નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુખ નો’ય. ૧૦૦.
સ્વપ્ને દ્રષ્ટ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ;
જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ૪ઉભયત્ર સમાન. ૧૦૧.
અદુઃખભાવિત જ્ઞાન તો દુખ આવ્યે ક્ષય થાય;
દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ૧૦૨.
ઇચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર;
તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. ૧૦૩.
જડ નિજમાં તનયંત્રને આરોપી દુખી થાય;
સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. ૧૦૪.
જાણી સમાધિતંત્ર આ — જ્ઞાનાનંદ-ઉપાય,
જીવ તજે ‘હું’બુદ્ધિને દેહાદિક પરમાંય;
છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન,
જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. ૧૦૫.
✽
૧. બત્તી = દિવેટ. ૨. પાવક = અગ્નિ.
૩. ભૂતજ = પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ભૂતોમાંથી ઉત્પન્ન થયેલું.
૪. ઉભયત્ર = બન્ને બાજુએ.
સમાધિતંત્ર ]
[ ૧૭૫