શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કરતો તું અધ્યવસાન — ‘મારું જિવાડું છું પર જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.
મારો — ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી,
— આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨.
એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે
જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩.
એ રીત સત્યે, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહે
જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪.
જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે. ૨૬૫.
કરું છું દુખી-સુખી જીવને, વળી બદ્ધ-મુક્ત કરું અરે!
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.
સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭.
તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય-પાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮.
વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯.
એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને,
તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને
પરિણામ, ચિત્ત ને ભાવ — શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
૨૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય