શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અણપ્રતિક્રમણ દ્વયવિધ, અણપચખાણ પણ દ્વયવિધ છે,
— આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૩.
અણપ્રતિક્રમણ બે — દ્રવ્યભાવે, એમ અણપચખાણ છે,
— આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. ૨૮૪.
અણપ્રતિક્રમણ વળી એમ અણપચખાણ દ્રવ્યનું, ભાવનું,
આત્મા કરે છે ત્યાં લગી કર્તા બને છે જાણવું. ૨૮૫.
આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દોષ જે,
તે કેમ ‘જ્ઞાની’ કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે? ૨૮૬.
ઉદ્દેશી તેમ જ અધઃકર્મી પૌદ્ગલિક આ દ્રવ્ય જે,
તે કેમ મુજકૃત હોય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ૨૮૭.
❀
૮. મોક્ષ અધિકાર
જ્યમ પુરુષ કો બંધન મહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો,
તે તીવ્ર-મંદ સ્વભાવ તેમ જ કાળ જાણે બંધનો. ૨૮૮.
પણ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધનવશ રહે,
ને કાળ બહુયે જાય તોપણ મુક્ત તે નર નહિ બને; ૨૮૯.
ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને
જાણે છતાં ન મુકાય જીવ, જો શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦.
બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧.
૨૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય