શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં,
વિષયો તણો વળી સંગ, — લિંગો જાણવાં આ મોહનાં. ૮૫.
શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬.
દ્રવ્યો, ગુણો ને પર્યયો સૌ ‘અર્થ’ સંજ્ઞાથી કહ્યાં;
ગુણ-પર્યયોનો આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭.
જે પામી જિન-ઉપદેશ હણતો રાગ-દ્વેષ-વિમોહને,
તે જીવ પામે અલ્પ કાળે સર્વ દુઃખવિમોક્ષને. ૮૮.
જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે
દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯.
તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦.
શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી
શ્રદ્ધા નહીં, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહીં. ૯૧.
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા ‘ધર્મ’ છે. ૯૨.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૪૯