શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪.
જો દ્રવ્ય હોય ન સત્, ઠરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ?
વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦૫.
જિન વીરનો ઉપદેશ એમ — પૃથક્ત્વ ભિન્નપ્રદેશતા,
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે-પણે તે એક ક્યાં? ૧૦૬.
‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય’, ‘સત્ગુણ’ — સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
— આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮.
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે;
‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે’ — એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦.
આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં
સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો ક્યમ અન્ય એ? ૧૧૨.
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો ક્યમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૧