Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 52 of 214
PDF/HTML Page 64 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિકે
છે અન્ય, જેથી તે સમય તદ્રૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય અણવક્તવ્ય છે,
વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે. ૧૧૫.
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્ન છે;
કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬.
નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને
અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭.
તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે;
નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૧૮.
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જગે,
કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯.
તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં;
સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦.
કર્મે મલિન જીવ કર્મસંયુત પામતો પરિણામને,
તેથી કરમ બંધાય છે; પરિણામ તેથી કર્મ છે. ૧૨૧.
પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી;
કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી. ૧૨૨.
જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી;
તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩.
છે ‘જ્ઞાન’ અર્થવિકલ્પ, ને જીવથી કરાતું ‘કર્મ’ છે,
તે છે અનેક પ્રકારનું, ‘ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે. ૧૨૪.
૫૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય