Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 54 of 214
PDF/HTML Page 66 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
લોકે અલોકે આભ, લોક અધર્મ-ધર્મથી વ્યાપ્ત છે,
છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬.
જે રીત આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે;
અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને. ૧૩૭.
છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા
આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા. ૧૩૮.
તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તત્પૂર્વાપરે
જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે. ૧૩૯.
આકાશ જે અણુવ્યાપ્ય, ‘આભપ્રદેશ’ સંજ્ઞા તેહને;
તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦.
વર્તે પ્રદેશો દ્રવ્યને, જે એક અથવા બે અને
બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧.
એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદનો સદ્ભાવ છે
જો કાળને, તો કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪૨.
પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને
વર્તે સરવદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે. ૧૪૩.
જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી,
તે અર્થ જાણો શૂન્ય કેવળઅન્ય જે અસ્તિત્વથી. ૧૪૪.
સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે;
તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪૫.
ઇન્દ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને
વળી પ્રાણ શ્વાસોચ્છ્વાસએ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬.
૫૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય