શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે,
જે ઉગ્ર ને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮.
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯.
હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦.
મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે;
ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧.
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી;
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨.
પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે,
તે સ્નિગ્ધ રૂક્ષ બની પ્રદેશદ્વયાદિવત્ત્વ અનુભવે. ૧૬૩.
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે,
સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪.
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો,
બંધાય જો ગુણદ્વય અધિક; નહીં બંધ હોય જઘન્યનો. ૧૬૫.
ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ દ્વય-અંશમય સ્નિગ્ધાણુનો;
પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુનો. ૧૬૬.
સ્કંધો પ્રદેશદ્વયાદિયુત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે,
તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭.
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, કર્મત્વયોગ્ય-અયોગ્યથી. ૧૬૮.
૫૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય