શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સ્કંધો કરમને યોગ્ય પામી જીવના પરિણામને
કર્મત્વને પામે; નહીં જીવ પરિણમાવે તેમને. ૧૬૯.
કર્મત્વપરિણત પુદ્ગલોના સ્કંધ તે તે ફરી ફરી
શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦.
જે દેહ ઔદારિક, ને વૈક્રિય-તૈજસ દેહ છે,
કાર્મણ-અહારક દેહ જે, તે સર્વ પુદ્ગલરૂપ છે. ૧૭૧.
છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨.
અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને;
પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩.
જે રીત દર્શન-જ્ઞાન થાય રૂપાદિનું — ગુણ-દ્રવ્યનું,
તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪.
વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે
પ્રદ્વેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫.
જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને,
તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬.
રાગાદિ સહ આત્મા તણો, ને સ્પર્શ સહ પુદ્ગલ તણો,
અન્યોન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭.
સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને
પુદ્ગલસમૂહ રહે યથોચિત, જાય છે, બંધાય છે. ૧૭૮.
જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે;
— આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૭