શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા
એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી,
શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧.
બંધુજનોની વિદાય લઇ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી,
દ્રગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી. ૨૦૨.
‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે,
— વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ-ઇષ્ટ જે. ૨૦૩.
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે,
— એ રીત નિશ્ચિત ને જિતેન્દ્રિય સાહજિકરૂપધર બને. ૨૦૪.
જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને
હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ — એ લિંગ છે. ૨૦૫.
આરંભ મૂર્છા શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા,
નિરપેક્ષતા પરથી, — જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬.
ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને,
વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ. ૨૦૭.
વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચેલ, ઇન્દ્રિયરોધનં,
નહિ સ્નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં, ૨૦૮.
— આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે,
તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૦૯.
જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા;
છેદદ્વયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦.
૬૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય